વિદ્યાર્થી સમાજની સુવાસ-વૃક્ષનું મૂળ છે. સક્ષમ અને સેવાભાવી સંસ્થા તેનું અડગ થડ છે. શિક્ષણની સરવાણી અમૃતમય શાળા છે. જે સંસ્કાર અને સફળતાના મીઠા ફળો પ્રાપ્ત કરાવે છે. એ જ અમારી સંસ્થાનો નમ્ર અભિગમ છે. અમારી સેવા-જ્યોત અને બાળકોનું હિત એ પરમ કૃપાળુ પરમાત્મા પ્રત્યેની પ્રીત છે.
જન્મઃ ૦૯-૧૨-૩૮ અરિહંત શરણઃ ૦૬/૧૧/૨૦૧૭
ઉમદા વ્યક્તિત્વ, સમાજ પ્રત્યેની કટિબધ્ધતા, નિખાલસ સ્વભાવ, શિક્ષણ, ધર્મ અને જીવદયાપ્રેમી, વતન પ્રત્યેનું ઋણ ચૂકવવાની ઉમદા ભાવના ધરાવનાર રાધનપુર કેળવણી મંડળમાં ૪૦ વર્ષથી કાર્યરત, બે વર્ષ માનદ્ કોષધ્યક્ષ તરીકે, છ વર્ષ વાઇસ ચેરમેન તરીકે અને છેલ્લા ૨૨ વર્ષ ચેરમેન તરીકે યાદગાર સેવા આપનાર મૂઠી ઉંચેરા માનવી અને કર્મઠ-કાર્યકર શ્રી સુરેશભાઇ બાલચંદભાઇ વોરાના અચાનક દુઃખદ નિધનથી ઉંડા દુઃખની લાગણી સાથે હાર્દિક શ્રધ્ધાજંલી અર્પણ કરીએ છીએ.
શિક્ષણ એ માત્ર ધ્યેયપ્રાપ્તીનું સાધન નથી પરંતુ જીવનઘડતરની નિરંતર પ્રક્રિયા છે.
સને ૧૯૫૨માં રાધનપુર કેળવણી મંડળની સ્થાપના થઇ. શરૂઆતના ૨૦ વર્ષ રાધનપુર સમિતિ અને મુંબઇ સમિતિ એમ બે સમિતિઓ હતી. સને ૧૯૭૨ માં વહીવટ મુંબઇ ખાતે લાવવામાં આવ્યો ત્યારથી વહીવટ મુંબઇથી થાય છે. આમ રાધનપુર કેળવણી મંડળ છેલ્લા ૬૫ વર્ષથી રાધનપુરમાં શાળાનું સંચાલન કરે છે.
વધુ વાંચવા અહી કલીક કરો